Suvichar Gujarati: જીવન માં આગળ વધવા માટે મહેનત ની સાથે સાથે સારા વિચારો નું હોવું પણ ખુબજ જરૂરી છે. સારા વિચારો ને જ “સુવિચાર” કહેવામાં આવે છે. આપણે જેવું વિચારીએ એવા બની જઈયે છીએ.
એટલા માટે આજે અમે તમારા માટે અહીં Suvichar Gujarati નો કલેક્શન લઈને આવ્યા છીએ. જે તમને સારા વિચારો તરફ આકર્ષિત કરશે. Suvichar Gujarati ની મદદ થી અમારો પ્રયાસ છે આપના સુધી સારા વિચારો લઇ જવા.
Suvichar Gujarati આપણ ને શીખવે છે કે કઈ રીતે તમે ખુશ રહી શકો છો અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખી ને જીવન માં આગળ વધી શકો છો. ક્યારેક નાનો વિચાર પણ કાફી હોય છે આગળ વધવા માટે.
આ Suvichar Gujarati તમારા મન ને શાંતિ આપશે અને આગળ વધવા માટે ની ઉર્જા પ્રદાન કરશે. Suvichar Gujarati દરેક પરિસ્થિતિ માં તમને સકારાત્મક રાખશે.
ગમે તેવી મુશ્કિલ સમય માં અપન તમને Suvichar Gujarati ટકાવી રાખશે. એક નાનો વિચાર પણ તમારી ઝીંદગી બદલી શકે છે. ક્યારેય પણ ઉદાસ થયા વગર શાંત મને વિચારી ને ઝીંદગી માં આગળ વધાવી જરૂરી છે.
મિત્રો અમને વિશ્વાસ છે કે આપને આ Suvichar Gujarati જરૂર પસંદ આવશે. Suvichar Gujarati ની મદદ થી તમારા વિચારો મજબુત બનો આ સુવિચાર ને તમારા મિત્રો તથા સ્નેહી સાથે શેયર અચૂક કરો. આપના વિચારો અને સુજાવો અમને અહીં લખી મોકલો.
Suvichar Gujarati
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે!
કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં!
તમે પૈસાથી બધું ખરીદી શકો છો,
પણ સુખ, શાંતિ,સાચા મિત્રો, તંદુરસ્તી
પૈસાથી ખરીદી શકાતી નથી!
ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે,
અને સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે,
ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પરખાય,
ત્યારે આરંભ થતો હોય છે!
માણસનું અસલ ચારિત્ર્ય જ્યારે તેનું,
કામ પતી ગયા પછી જ ખુલ્લું પડતું હોય છે!
જીવનમાં કર્મને મહત્ત્વ આપો,
કારણ કે કર્મની મીઠાશ અનંત છે!
પ્રગતિ ભલે ધીમી થાય, પણ ઈમાનદારી રાખજો કારણકે,
કેરી કેમિકલ થી પાકે અને આંબે પાકે તેમાં ઘણો ફેર પડે છે!
સમય સમય ની વાત છે,
આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહેશે!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
Gujarati Suvichar
ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું!
સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર મહાન છે!
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે!
સંસ્કાર વગરની સંપતિ આવે ત્યારે,
સાચી ભૂખ અને ઊંઘ ચાલી જાય છે!
સત્ય મૌન થઇ જાય છે,
કેમ કે એ જાણે છે કે અમુક વાતનો,
જવાબ સમય સારી રીતે આપશે!
સબંઘ સાચવજો બાકી,
પૈસા તો બેંક પણ સાચવે છે!
શ્રેષ્ઠ કર્મો સાથે આગળ વધો,
કારણ કે એ જ તમારી સફળતા લાવે છે!
એક સુખી જીવન જીવવા માટે,
માણસને સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
ઘર્ષણ વગર ગતિ નથી,
સંઘર્ષ વગર પ્રગતિ નથી,
આવશે મુશ્કેલી હજારો હજીય,
એના વગર તો જિંદગી જિંદગી નથી!
એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો
અને સૌની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો!
Suvichar In Gujarati
મતલબી લોકો સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ ગણું સારું છે!
યુવાનીમાં જ્ઞાનનો છોડ નહિ વાવો તો,
ઘડપણમાં એની છાયા નહિ મળે!
સંબંધ ભલે નાનો એવો
પણ એક હીરા જેવો હોવો જોઈએ,
દેખાવમાં સાવ નાનો પણ કિંમતી
અને અમૂલ્ય હોવો જોઈએ!
કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો,
કારણકે એ મફત માં મળતા હોય છે!
કર્મ એ શ્રેષ્ઠ વિચાર છે,
ફળની ચિંતા વગર શ્રેષ્ઠ કર્મ કરતા રહો!
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી,
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ,
ત્યાં સુધી તે ભગવાન ન બને!
સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા,
પણ અફસોસ કે આવા લોકો રોજ નથી હોતા!
માણસે નમ્રતા,સેવા,પ્રેમ,મધુરતા, ક્ષમા,
પાંચ ગુણ વિકસાવવા જોઈએ!
Good Morning Gujarati Suvichar
વર્તનથી પણ વાર્તા લખી શકાય છે,
દરેક લખાણ માટે પેનની જરૂર નથી હોતી!
લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય!
જે માણસ પોતાના કર્મમાં વિશ્વાસ રાખે છે,
તે ક્યારેય નિષ્ફળ નથી થતો!
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!
જિંદગીની આ અમુલ્ય પળો લોકો માણવા કરતા,
બીજાને પાડવામાં વધારે વાપરે છે!
ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ!
ક્યારેય સ્ટ્રાઇક આઉટ થવાના,
ડરને તમને રમત રમવાથી રોકવા ન દો!
સંસારમાં વિચિત્ર સંજોગો વધતા જાય છે,
સામે પક્ષે આપણે પણ ધીરજ અને સહનશીલતા વધારતા જવાની!
તમારી વાણી વિચાર અને વર્તન જ નક્કી કરશે,
કે સામેનું પાત્ર ફરિયાદ કરશે કે ફરી યાદ!
પ્રશંસા માનવીના મનને એટલી પ્યારી લાગે છે,
કે તેના તમામ કાર્યોનુ મૂળ તે પ્રશંસા જ બની રહે છે!
Life Suvichar Gujarati
કર્મનો સાચો પથ અપનાવો,
એ તમારી સાચી પ્રગતિ લાવશે!
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!
આ યાદશક્તિ પણ ગજબ છે.કોઈ કહે તો યાદ ન રહે.
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!
જીવન વિશે લખવા માટે,
પહેલા તમારે તેને જીવવું જોઈએ!
મને ખબર છે કે બ્રહ્માંડના ચાંદ પર જીવન શક્ય નથી,
પણ મારા ધરતીના ચાંદ જોડે તો શક્ય જ છે ને!
નમન નો અર્થ જ થાય છે,
ન મન વિચાર શૂન્ય થઇ જવું!
દુનિયામાં ભલાઈ એ,
એકમાત્ર એવું ધિરાણ છે,
જે ક્યારેય દગો નથી આપતું!
દુનિયાનો નિયમ છે જરૂર હોય ત્યારે સાથે ફોટો પાડે છે,
અને કામ પત્યા પછી એ લોકો જ માણસ ને ખોટો પાડે છે!
જે માણસ સારા કર્મમાં વિશ્વાસ રાખે છે,
તે ક્યારેય હારતો નથી!
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
Gujarati Ma Suvichar
શોધુ છું શબ્દો, હ્રદય વ્યકત કરવા.
જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા!
સૌથી વધારે દર્દ તો ત્યારે થાય જ્યારે, કોઈપણ ભૂલ વગર
લોકો આપણને ખોટા સમજી લે છે અને સાથ છોડી દે છે!
પરિસ્થિતિઓ જેટલી જલદી તમને તોડે છે,
તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે!
કાર્ય સચ્ચાઈ અને સમર્પણથી કરવામાં આવે,
તો ચોક્કસ સફળતા મળે છે!
નકામા ખર્ચા જીવનની વ્યવસ્થાને,
અને નકામી ચર્ચા મનની અવસ્થાને ખરાબ કરી દે છે!
જીવનમાં શ્રેષ્ઠ કાર્યો કરો,
કારણ કે એ જ તમારી ઓળખ છે!
સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે,
બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે!
વાત કરવાથી જો વાત બની જતી હોય તો
વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે!
સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત નહી,તમારો સમય ૧૦૦% આવશે!
જીવનની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે,
અને જીવનની દરેક સાંજ કેટલાક અનુભવ આપીને જાય છે!
Suvichar Gujarati Ma
મન હોવું જોઈએ યાદ કરવા માટે,
સમય તો આપોઆપ મળી જાય!
માર્ગમાં સંકટો નડ્યા તેમાં, દુનિયાને રસ નથી,
તમે નાવ કિનારે લાવ્યા કે નહિ તેમાં રસ છે!
બધી જગ્યાએ આપણે જવાબ દેવો જરૂરી નથી હોતો,
અમુક વાત ઈશ્વર પર છોડી દેવી જોઈએ,
કેમ કે ઈશ્વર જવાબ આપે છે ત્યારે આખી,
દુનિયા મૌન બનીને સાંભળે છે!
પરેશાની હાલતથી નહીં,
વિચારો થી જન્મ લે છે!
કર્મના પંથ પર ચાલવું,
એ જ સાચો જીવનનો માર્ગ છે!
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
ક્રોધના વિજય કરતા ક્ષમાનો પરાજ્ય ઘણો ભવ્ય હોય છે,
જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે!
મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે,
તે ક્યારેય જીતી શકતો નથી!
પ્રેમ શું છે એ વ્યક્તિ ને પૂછો,
જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય!
વાણીમાં,આહારમાં,વિલાસમાં,ભોગમાં,
અને ખર્ચમાં સંયમ રાખવા માં ન આવે
તો આયુષ પહેલા મોત નો ભેટો થાય છે!
Zindagi Gujarati Suvichar
મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસ ની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની!
ખોટું એ ખોટું જ હોય છે ભલે બધા કરી રહ્યા હોય અને,
સાચું એ સાચું જ હોય છે ભલે કોઈ એ ના કરી રહ્યું હોય!
કર્મને પ્રાધાન્ય આપો,
કારણ કે કર્મમાં જ સાચું સુખ છે!
જે વ્યક્તિને સંતોષ નથી,
તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!
કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ,
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી!
પ્રેમ શું છે એ વ્યક્તિ ને પૂછો,
જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય!
યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી,
નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો આવડત છે!
જ્ઞાન અજરા અમર છે, એનો નાશ થતો નથી,
તે જ દુનિયાની સર્વોપરી સંપતિ છે!
માત્ર શબ્દોથી કોઈની લાગણીની ઓળખ ના કરશો,
બધા એ નથી કહી શકતા જે હકીકતમાં
મહેસુસ કરતા હોય છે!
સંબંધોમાં વિશ્વાસ, સમજદારી, અને ઈમાનદારી હોય તો,
નિભાવવા માટે વચન, કસમ, કે શરતો ની જરૂર નથી!
Best Suvichar In Gujarati
પોતાના પર ભરોસો રાખજો,
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો!
જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે,
બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે!
એ મને કેતી તારી આંખો બહુ સરસ છે,
મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે!
ઓછામાં ઓછા સાધનોમાંથી, વધુ લાભ ઉઠાવી,
જિંદગી દરમ્યાન સંતોષી થવું એજ જિંદગી જીવવાની ખરી કળા છે!
જીવનમાં કશું કાયમી નથી,
તેથી વધારે ચિંતા કરવાનું છોડી દો,
કેમ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય,
એક દિવસ ચોક્કસ બદલાશે!
હંમેશા સાચા અને સત્ય માટે જીવો,
પછી સફળતા તમારી તરફ આવશે!
ખાવામા કોઈ ઝેર ભેળવી દે તો તેનો ઈલાજ છે,
પણ કાનમાં ઝેર ફુંકી જાય એનો કોઈ ઈલાજ નથી!
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
અપરાજિત એ જ રહી શકે,
જે વિક્ટ પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકે!
સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે!
Gujarati Suvichar Text
કેટલાક અનુભવને અંતે બોલે છે,
કેટલાક અનુભવના
મળી જાય સરનામુ તો ખુદા તને કાગળ લખીશ,
અટકી જાય અશ્રુ મારા તો વાતને હજી આગળ લખીશ!!
અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે અને,
અમુક સમયને પસાર થઇ જવા દેવાનો હોય છે!
બુફે નો જમાનો છે નથી બેસતી હવે પંગત,
સંગત માં તો છે હર કોઈ પણ કહેવું કોને અંગત?
સમય એ તમારી શ્રેષ્ઠ સંપત્તિ છે,
તેને બરાબર વાપરો!
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!
તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ,
અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો!
જીતનારા કંઈ અલગ વસ્તુઓ નથી કરતા,
વસ્તુઓને અલગ રીતે કરે છે!
પથ્થરમાં એક ખામી છે કે એ કયારેય પીગળતો નથી પરંતુ,
પથ્થરમાં એક ખુબી છે કે એ કયારેય બદલાતો નથી!
જ્યાં પૈસો જ પરમેશ્વર છે,
ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી!
Gujarati Suvichar Short
સમય પર સમજી જવું એ સમજદારી છે,
પરંતુ સમયથી પહેલા સમજી જવું એ જવાબદારી છે!
જલ્દી ઉતરી જાય કાચા રંગ,
પછી કપડાં હોઈ કે જિંદગી!
સકારાત્મક દૃષ્ટિ અને શ્રેષ્ઠ પ્રયાસથી,
તમે દરેક મુશ્કેલી પર કાબૂ પામી શકો છો!
વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,
કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે!
પ્રેમ પણ કાંટા જેવો છે લાગ્યા પછી,
રાખીએ તો પણ દર્દ થાય અને. કાઢી એ તો પણ દર્દ થાય!
જો તમે વસ્તુઓને જોવાની રીત બદલો છો,
તો તમે જે જુઓ છો તે બદલાય છે!
સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે,
જયારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ!
વિવેક અને સમજદારી
વગરનો માણસ પશુથી બદતર છે!
કોઈનાથી બદલો લેવાની ભાવના ના રાખતા,
કેમ કે સડેલું ફળ આપમેળે જ ખરી જતું હોય છે સાહેબ!
ભૂલ યાદ રાખજો સાહેબ,
મારી જોડણી માં ભૂલ હશે પણ,
મારી લાગણી માં ભૂલ નહીં હોય!
Gujarati Suvichar New
આપણી કસોટી એ છે કે,
આપણે કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ!
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,જ્ઞાન ન હોય ત્યારે,
ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!
શબ્દોની રેન્જ સારી હોય તો,
માણસોનાં નેટવર્ક ક્યારે પણ તૂટતાં નથી!
જે વ્યક્તિ સત્ય માટે અડગ છે,
તેની સાથે પરમાત્મા ઊભા છે!
કોઇકની યાદોના ભિતરમાં કાળાકેર થાય છે,
કલમ ખુદ રોઇ ઉઠે પછી જ શબ્દો શેર થાય છે!
“નથી” તેની ચિંતા છોડશો,
તો ”છે” તેનો આનંદ માણી શકશો!
આંખોની ભાષા ઓળખે,
એ સંબંધ જ સાચો હોય છે બાકી,
નાની નાની વાતમાં કથા કરવી પડે,
એ સંબંધ સાવ કાચો હોય છે!
નિરાશા જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી અને,
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી!
દયાળુ હોવું એ,
તમારા આત્માને શાંતિ આપે છે!
કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,
જિંદગી જીવવાની છે જીતવાની નથી!
Sambandh Suvichar Gujarati
જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દરેક,
તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય!
એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો રોટલો,
સાથે સાથે કોઈ લાગણીશીલ હાથનાં ટેરવાં પણ શેકાયા હોય છે!
હા માની લીધું કે મારું દિલ દરીયા જેવડુ છે,
પણ એમાં માછલી એકેય નથી!
પહેલું ભણતર એ જ છે,
સભ્યતાથી બોલતા શીખવું!
દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય,
અને એવી કોઈ સમસ્યા નથી જેનું કોઈ સમાધાન ના હોય!
વહેમ છે સમંદરને કે એની ગહેરાઈથી સહુ ડરે છે,
બાકી એક ટીપું તેલ પણ એની સપાટી પર જ તરે છે!
જો તમે મુશ્કેલીઓનો સામનો કરો છો,
તો તેનો અર્થ એ છે કે તમે આગળ વધી રહ્યા છો!
ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,
પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!
આપણામાં ભલે ને આકાશને આંબી જવાની ત્રેવડ ના હોય,
પણ બીજાને પાડી દેવાનો ઇરાદો ક્યારેય ના હોવો જોઈએ!
જેટલો મુશ્કેલ સંઘર્ષ હશે,
જીત એટલી જ શાનદાર હશે!
Short Suvichar In Gujarati
જો મળતી હોત હૂંફ મફતમાં,
તો બજારો ના ભરાતા હોત સ્વેટરોના જગતમાં!
અમીર હોવા છતાં જેની ધનલાલસા
ઓછી નથી થઇ, તે સૌથી વધુ ગરીબ છે!
બીજાના અભિપ્રાય પરથી કોઈ,
વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય,
કોઈ વ્યક્તિ તમારા માટે ખરાબ તો,
બીજા માટે સારી હોઈ શકે છે!
પાત્ર પાત્ર માં ફેર હોય છે,
ગાય ઘાસ ખાય તો પણ દૂધ આપે અને
સાપ દૂધ પીવે તો પણ ઝેર જ આપે!
દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠ થવા માટે
તમારે કઠિન મહેનત કરવાની જરૂર છે!
માત્ર સપના જોવાથી કંઈ થતું નથી,
સફળતા પ્રયાસોથી મળે છે!
જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,
ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!
તમે આ મારાં આંસુ જોઈને ટીકા નહિ કરજો,
અધુરો રહી ગયો છું એટલે છલકાઈ જાઉં છું!
આજના સુર્યને આવતીકાલના
વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા!
સમજણ વિનાનું સમર્પણ અને,
વિવેક વિનાનો વિરોધ બંને ભયાનક હોય છે!
Suvichar In Gujarati Short
સામે ઊભેલો પહાડ નહી,
જુતામા રહેલો કાંકરો ચઢાઇમા થકવી નાંખે છે!
તમારો દ્રષ્ટિકોણ છે, અને તમારું દ્રષ્ટિકોણ
તમને સપના સાકાર કરવાનો માર્ગ બતાવે છે!
ધારેલું ના મળે, મળેલું ના ગમે,
અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!
જે લોકો સાથે આપણા સંબંધો ઉંડા હોય છે,
ને એ લોકો ઘાવ પણ ઉંડા આપે છે!
જે લોકો પડી જવાથી ડરે છે,
તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી!
વીતેલું દુઃખ અને ચાલતું સુખ,
તમારી હેસિયત નક્કી કરે છે!
આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો,
પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ!
ષડયંત્ર એ જ રચે છે જેની પાસે જીતવા માટે બીજો,
કોઈ વિકલ્પ નથી હોતો!
ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે,
પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે!
જીવનમાં શાંતિ શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે,
તમે પોતાને સમજાવશો!
અંતિમ ક્ષણો માં
મિત્રો, Suvichar Gujarati ઝીંદગી માં એક નાના બલ્બ ની જેમ કામ કરે છે. ગમે તેવી અંધારું હોય પણ એક બલ્બ નાં કારણે વાતાવરણ માં પ્રકાશ ફેલાય છે એજ રીતે આ Suvichar Gujarati તમારી ઝીંદગી માં પ્રકાશ ફેલાવાનું કામ કરશે.
આ Suvichar Gujarati તમને એક સારો માણસ બનાવવામાં જરૂર મદદ કરશે. આ સુવિચાર ને તમારા મિત્રો સાથે જરૂર શેયર કરો. અમને કમેન્ટ માં જરૂર બતાવો કે તમને કયા Suvichar Gujarati સૌથી વધુ પસંદ આવ્યા.